તમને આ લાગુ પડે છે?
- પ્રવેશ પછી થોડી જ વારમાં સ્ખલન થઈ જાય છે
- ઇચ્છા હોવા છતાં તમે સ્ખલન રોકી શકતા નથી
- આ કારણે તમને કે પત્ની/પાર્ટનરને સંતોષ મળતો નથી
- સંભોગ પહેલાં જ ચિંતા કે શરમ લાગે છે
શીઘ્રપતન કેમ થાય છે
- વધુ સંવેદનશીલતા: કેટલાક પુરુષોમાં થોડી ઉત્તેજનામાં જ સ્ખલનની સ્થિતિ આવી જતી હોય — એ એક કારણ હોઈ શકે છે
- મનનો તણાવ: "ફરી જલદી થઈ જશે" તેવો વિચાર સમસ્યાને વધારે છે
- સંબંધનું દબાણ: પત્ની/પાર્ટનરના અસંતોષની ચિંતાથી આત્મવિશ્વાસ ઘટે છે
ઘણી વાર શરીર અને મન — બંને કારણો સાથે કામ કરે છે.
જાતે અપનાવી શકાય તેવી પદ્ધતિઓ
આ પદ્ધતિઓ પત્ની/પાર્ટનર સાથેના સંભોગ દરમિયાન અપનાવવાની છે.
- સ્ટાર્ટ-સ્ટોપ પદ્ધતિ: સ્ખલન નજીક લાગે ત્યારે હલનચલન રોકી દો. ઉત્તેજના થોડી ઓછી થાય, પછી ફરી શરૂ કરો.
- સ્ક્વીઝ પદ્ધતિ: સ્ખલન નજીક લાગે ત્યારે લિંગના મૂળ પાસે અથવા વચ્ચેના ભાગ પર હળવું દબાણ આપો, જેથી ઉત્તેજના ઓછી થાય.
- વુમન ઓન ટોપ પોઝિશન: આ સ્થિતિમાં તમારે ઓછું હલનચલન કરવું પડે છે, એટલે ઘણા યુગલોને ઉત્તેજના પર કાબૂ રાખવામાં તે મદદરૂપ થઈ શકે છે.
- મન શાંત રાખો: ઉતાવળ અને ડર ઓછો હશે, તો કાબૂ વધુ સારો રહેશે.
સારવાર
પદ્ધતિઓથી પૂરતો ફરક ન પડે, તો ડૉક્ટર તપાસ પછી દવા કે ક્રીમ જેવી સારવાર સૂચવી શકે છે. કઈ સારવાર યોગ્ય છે તે દરેક વ્યક્તિમાં અલગ હોય છે, એટલે પોતાની મેળે દવા શરૂ ન કરો.
પત્ની/પાર્ટનર સાથે વાત કરો
આ વિશે ખુલ્લા મને વાત કરો. તેમને જણાવો કે આ એક સામાન્ય સમસ્યા છે અને તમે તેનો ઉકેલ શોધી રહ્યા છો. સાથે મળીને પદ્ધતિઓ અપનાવવાથી દબાણ ઓછું થાય છે.
ડૉક્ટરને ક્યારે બતાવવું
- લગભગ દરેક વખતે આવું થતું હોય
- પદ્ધતિઓ થોડા અઠવાડિયા અપનાવ્યા પછી પણ ફરક ન પડે
- સાથે લિંગમાં કડકાઈની તકલીફ પણ હોય
