શરીર સંબંધિત કારણો
કડકાઈ માટે બે વસ્તુ જરૂરી છે: લોહીનો સારો પ્રવાહ, અને સંદેશો પહોંચાડતી નસો.
- ડાયાબિટીસ: લોહીની નસો અને સંદેશો પહોંચાડતી નસો — બંને પર અસર કરી શકે
- હાઈ બ્લડ પ્રેશર અને વધારે કોલેસ્ટ્રોલ: લોહીની નસોને અસર કરે, અને હૃદયની બીમારીનું જોખમ વધારે
- તમાકુ અને ધૂમ્રપાન: લોહીની નસોને નુકસાન કરે
મન સંબંધિત કારણો
- પરફોર્મન્સ એન્ઝાયટી — "ફરી નિષ્ફળ જઈશ તો?" તેવો ડર
- આત્મવિશ્વાસની ઊણપ
- કામ કે ઘરનો તણાવ
- પત્ની/પાર્ટનર સાથેના સંબંધમાં ખેંચતાણ
ઘરે મળતા ત્રણ સંકેત
- સવારની કડકાઈ: સવારે કુદરતી રીતે કડકાઈ આવે, પણ સંભોગ વખતે ન આવે — તો મન સંબંધિત કારણની શક્યતા વધુ
- પરિસ્થિતિ: એકલા હો ત્યારે કડકાઈ આવે, પણ પત્ની/પાર્ટનર સાથે ન આવે — આ પણ મન સંબંધિત કારણ તરફ ઇશારો કરે છે
- દરેક સમયે તકલીફ: કોઈ પણ પરિસ્થિતિમાં કડકાઈ ન આવે — તો શરીર સંબંધિત કારણની તપાસ જરૂરી
આ સંકેતો દિશા બતાવે છે, નિદાન નહીં.
તપાસમાં શું થાય છે
ડૉક્ટર તમારી વિગતવાર વાત સાંભળે છે. સામાન્ય રીતે બ્લડ શુગર (HbA1c), કોલેસ્ટ્રોલ અને સવારે લેવાતું ટેસ્ટોસ્ટેરોન તપાસવામાં આવે છે, અને તમારી તકલીફ પ્રમાણે બીજી તપાસ પણ. આ રિપોર્ટ કારણ સમજવામાં મદદ કરે છે — પણ નિદાન રિપોર્ટ અને તમારી વાત, બંનેને સાથે જોઈને થાય છે.
બંને કારણો સાથે હોઈ શકે
ઘણા પુરુષોમાં શરીર અને મન — બંને કારણો સાથે હોય છે. ડાયાબિટીસથી શરૂ થયેલી તકલીફ પછી ડર ઉમેરાય, અને ડર તકલીફ વધારી દે. એટલે સારવારમાં બંને બાજુ ધ્યાન આપવું પડે.
ડૉક્ટરને ક્યારે બતાવવું
- સવારે પણ કડકાઈ આવતી ઓછી થઈ ગઈ હોય
- ડાયાબિટીસ, BP, કોલેસ્ટ્રોલ કે તમાકુનું વ્યસન હોય
- ડરને કારણે તમે સંભોગ ટાળવા લાગ્યા હો
