તમને આ લાગુ પડે છે?
- કોન્ડોમ વગર કડકાઈ બરાબર રહે, પણ પહેરતાં જ ઓછી થાય
- પેકેટ ખોલવા અને પહેરવામાં સમય લાગે, અને ઉત્તેજના જતી રહે
- કોન્ડોમ ટાઈટ લાગે કે સરકી જાય
- હવે દર વખતે પહેલેથી જ ચિંતા રહે છે
કારણો
- સાઈઝ: બહુ ટાઈટ કોન્ડોમ દબાણ કરે, બહુ ઢીલું સરકે — બંનેથી ધ્યાન ભટકે
- બ્રેક: ફોરપ્લે વચ્ચે અટકીને પહેરવાથી ઉત્તેજના ઘટે
- સંવેદના: સ્પર્શની અનુભૂતિ થોડી ઓછી થાય
- ચિંતા: એક વખત ઢીલું પડ્યું, તો પછી દર વખતે એ જ ડર
શું કરી શકાય
- યોગ્ય સાઈઝ અને પાતળું કોન્ડોમ: આરામદાયક ફિટિંગ અને વધુ અનુભૂતિ
- લુબ્રિકેટેડ કોન્ડોમ: સરળતા વધે. લેટેક્સ કોન્ડોમ સાથે પાણી-આધારિત અથવા સિલિકોન-આધારિત લુબ્રિકન્ટ વાપરો; તેલ, પેટ્રોલિયમ જેલી કે ક્રીમ જેવાં તેલવાળાં ઉત્પાદનો લેટેક્સને નબળું કરી શકે
- ફોરપ્લેનો ભાગ બનાવો: પત્ની/પાર્ટનર પહેરાવે, તો બ્રેક નથી લાગતો અને ઉત્તેજના જળવાય
- એકલા પ્રેક્ટિસ: હસ્તમૈથુન વખતે કોન્ડોમ પહેરી જોવાથી સાઈઝ અને અનુભવ બંને સમજાય, અને ડર ઘટે
મન હળવું રાખો
કોન્ડોમ અણધાર્યા ગર્ભ અને કેટલાક જાતીય ચેપનું જોખમ ઘટાડે છે. તેને અડચણ નહીં, નિશ્ચિંતતાનું સાધન સમજો. ચિંતા ઓછી થાય, તો કડકાઈ પર તેની અસર પણ ઓછી થાય છે.
ડૉક્ટરને ક્યારે બતાવવું
- કોન્ડોમ વગર પણ કડકાઈની તકલીફ હોય
- આ ઉપાયો પછી પણ તકલીફ ચાલુ રહે
- ડર એટલો વધ્યો હોય કે સંબંધ ટાળવા લાગ્યા હો
